આજે નવસારી ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. ભારતની સાંસ્કૃતિક, વૈચારિક, શૈક્ષણિક વાતો અને ધરોહરોને માનનીય પ્રધાનમંત્રી શ્રી મન કી બાતમાં રજૂ કરે છે.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સમગ્ર દેશવાસીઓ સાથે તમિલનાડુનાં લોગાનાથનજીની સેવાની સફર, ઝારખંડનાં છઉ પર્વ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે જાગૃત થયેલા યુવા વર્ગ, ડિજીટલ પેમેન્ટનાં વપરાશકર્તાઓનાં દરમાં થયેલા વધારોની વાતો શેર કરી. એમની વાતોમાંથી સેવા, કર્તવ્યપરાયણતા વિશે પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું.