ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન
ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જનસેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે અને એને સદા-સર્વદા ફળિભૂત થતા જોઇ અત્યંત આનંદની લાગણી અનુભવતો રહું છું. રમેશભાઇને શુભેચ્છાઓ પાઠવું છું.
પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.