બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠક
બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠકના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે વિવિધ વિષયો પર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.