નવસારીનાં નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો ઘર આંગણે મળી રહે એ હેતુથી જીલ્લા પંચાયત નવસારી અને નવસારી મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “પ્રાકૃતિક વેચાણ બજાર”ને નાગરિકો માટે ખુલ્લું મૂકતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ બજારમાં જીલ્લાનાં પ્રાકૃતિક ખેતી કરતા અન્નદાતાશ્રીઓ દ્વારા ઉત્પાદિત ફળ, શાકભાજીનું વેચાણ કરાશે.