મધ્યમવર્ગનાં નાગરિકોનું પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આજે સુરત મહાનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 151.89 કરોડનાં ખર્ચે સાકારિત થયેલા આવાસોનું લોકાર્પણ અને કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનાં વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાભાર્થીઓનાં ચહેરા પર છલકાતો આનંદ જોઇ ધન્યતા અનુભવી.