જૂનાગઢનાં માલણકા ખાતે યોજાયેલા ‘પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ’ના નવમા સત્રમાં ‘ચૂંટણી પ્રબંધન’ વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર સાંપડ્યો.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ તથા સત્રના અધ્યક્ષ શ્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.