નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે,
નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે, મારામાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે સુરત મહાનગર ખાતે ઉધના વિધાનસભાનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને બુથને વધુ મજબૂત કરવા આહવાન કર્યું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં