નવસારી ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો
સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓનાં ભવિષ્યને સલામતી તો આપે જ છે પણ એમને ખુલ્લા આકાશમાં ઉડવા માટે પાંખો અને ગતિ પણ આપે છે. આજે નવસારી ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો. દિકરીઓનાં ચહેરા પર ભવિષ્યની સુરક્ષાનો સંતોષ અને આંખોમાં છલકાતા સ્વપ્નો જોઇ ખૂબ આનંદ અનુભવ્યો.
આ દેશની દિકરીઓનાં ભવિષ્યને સલામત બનાવવાનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ સાચો પડી રહ્યો છે.
આ સ્નેહ મિલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી નારી શક્તિઓને વંદન પાઠવ્યા.