દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે
દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે. ખારવા સમાજની આ દિકરીઓ પર ખૂબ ગર્વ છે. એમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું.
વેરાવળ ખાતે શ્રી શિવ સાગર મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ખારવા સમાજની દિકરીઓનાં સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
આ સમારોહમાં પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા સહિત હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.