તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યશ્રીઓ સાથે
તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યશ્રીઓ સાથે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત વચ્ચે સંવાદ સાધવાનો અને એમનું અભિવાદન કરવાનો અવસર મળ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં “જનભાગીદારીથી જળસંચય”નું આંદોલન એક જળક્રાંતિ બની ગયું છે-સૌ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને પણ આ અભિયાનને સાકાર કરવા આહવાન કર્યું!
સૌ સરપંચશ્રીઓ અને પંચાયત સદસ્યશ્રીઓને “સેવા એ જ સંસ્કાર”નાં પથ પર આગળ વધી પોતાનાં ગામને વિકાસનાં પથ પર અગ્રેસર બનાવે એવી શુભેચ્છાઓ પાઠવી.