જ્યારે જ્યારે આપણાં દેશનાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થાય છે
જ્યારે જ્યારે આપણાં દેશનાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે મનમાં અનેરી ઉર્જાનો સંચાર અનુભવાય છે. આજે એમ.એસ યુનિવર્સિટી વડોદરા ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયેલા
પાંચ દિવસનાં ટ્રેનિંગ પ્રોગ્રામ “નેશન ફર્સ્ટ”નું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી! આપણાં દેશનાં યુવાનો રાષ્ટ્ર પ્રત્યેનાં પોતાનાં કર્તવ્યને સમજે છે અને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા સદાય તત્પર રહે છે-એ ખૂબ ગૌરવની વાત છે. સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા.