અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે રામ ભક્તોને લઇ વલસાડથી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત્યારે નવસારી સ્ટેશને ટ્રેનને લીલી ઝંડી બતાવી અને ભક્તોની મુલાકાત લીધી. જય શ્રી રામનાં નારા સાથે પ્લેટફોર્મ ગૂંજી ઉઠ્યું, ભગવાન શ્રી રામનાં જયઘોષ સાથે વાતાવરણ રામમય બની ગયું, અપાર ઉર્જા અનુભવી.