છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો
છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
જ્યારે ચૂંટણી લડવા માટે UAEથી આવતા પૈસાનો ઉપયોગ કરી ચૂંટણી જીતવાનો પ્રયાસ થતો હોય ત્યારે સ્વાભાવિકપણે ખોટું થવાની શક્યતા હોય છે અને નાગરિકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આટલી મોટી રકમ જ્યારે મહાદેવ એપ દ્વારા આપવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે એ વાત જ બતાવે છે કે ખૂબ મોટું કૌભાંડ આકાર લઇ રહ્યું છે અને એમાં કોંગ્રેસ અને કોંગ્રેસનાં નેતાઓ પણ સામેલ છે.