કે.ડી.પી. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના હૃદયરોગ વિભાગ અને નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ
આરોગ્ય સેવા અને સુવિધામાં ઉમેરો એ સ્વસ્થ સમાજ તરફનું એક મજબૂત કદમ છે.
ગઇકાલે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કે.ડી.પી. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના હૃદયરોગ વિભાગ અને નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો.
આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.