સુરત ખાતે ૧૬૫ – મજુરા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત આજે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. નવું વર્ષ એમનાં જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ લઇને આવે અને જનસેવા, રાષ્ટ્રસેવાની કર્તવ્યનિષ્ઠા વધુ મજબૂત બનતી રહે એવી પ્રાર્થના કરી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.