આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!!
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.