“કટોકટી દિન” નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે
યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. કોંગ્રેસ સત્તા મેળવવા કોઇપણ સ્તરે જઇ શકે છે તે કટોકટીનાં દિવસ પરથી સમજાય છે.
કટોકટીમાં કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વિના જેલમાં જવાની બીક રાખ્યા વિના મક્કમતાથી દેશ માટે ઝઝૂમી રહ્યા એ તમામ કાર્યકર્તાશ્રીઓને વંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા, પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્રકાકા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.