આજે 176-ગણદેવી વિધાનસભાનાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બિલીમોરા, ભાઠા-મોરબી, સરી બુજરંગ, અમલસાડ, પીપલધરા, ધનોરી-ચાંગા, વડસાગર-રહેજનાં નગરજનોએ ભવ્યાતિભવ્ય આવકાર પાઠવ્યો, સૌ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક પ્રચાર-પ્રવાસ કાર્યક્રમમાં જોડાયા. ગણદેવી વિધાનસભામાં હાથ ધરાયેલા વિકાસકાર્યોએ લોકોની સુખાકારી-સુવિધામાં ઉમેરો કર્યો છે, જેનો આનંદ અને સંતોષ સર્વનાં ચહેરા પર જોવા મળી રહ્યો હતો.
સૌનૈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે, મને વિશ્વાસ છે લોકસભાનાં આ ઇલેક્શનમાં માનનીય મોદી સાહેબને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા ગણદેવી વિધાનસભા ચોક્કસ જ ઇતિહાસ સર્જશે.