આપણાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ
આપણાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !!
આપણાં દેશમાં સાત સ્થળોએ PM MITRA પાર્કનાં નિર્માણની મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા મળી છે, જેમાંથી એક PM MITRA પાર્ક ગુજરાતમાં નવસારીનાં વાંસી-બોરસી ખાતે 1141 એકરમાં નિર્માણ પામશે. આજે સુરત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષભાઇ ગોયલ, શ્રીમતી દર્શનાબેન જરદોષની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે PM MITRA ટેક્ષટાઇલ પાર્કનાં MOU પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આ પાર્કનાં નિર્માણથી આપણાં ટેક્ષટાઇલ ઉદ્યોગનું ફલક વધારે વિશાળ બનશે. આ પાર્ક ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે ખૂબ વિશાળ તકોની સાથે-સાથે રોજગારીઓનું પણ સર્જન કરશે. પાર્કનાં નિર્માણ પછી નવસારી જીલ્લાનાં વ્યક્તિઓએ પોતાનું ગામ છોડીને બહાર નોકરી કરવા નહીં જવું પડે. એમનાં સમયની બચત થશે, પરિવાર સાથે વધારે સમય પસાર કરી શકશે અને ખર્ચ પણ ઓછો થશે. ઉત્પાદનથી લઇને વેચાણ સુધીની બધી વ્યવસ્થા એક જ જગ્યા પર થતા વેપારીઓ માટે પણ સરળતા સર્જાશે.
સુરતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ વિશ્વ ફલક પર પોતાનું મજબૂત સ્થાન ધરાવે છે. આ પાર્કનાં નિર્માણ બાદ આ સ્થાન વધારે મજબૂત બનશે એનો મને વિશ્વાસ છે.ગુજરાતનાં વિકાસમાં સતત રસ લેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષભાઇ ગોયલને
અભિનંદન
પાઠવું છું. આ પાર્ક એક ઇન્ટીગ્રેટેડ ટેક્ષટાઇલ વેલ્યૂ ચેઇન બનાવશે, જેનો સીધો લાભ ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા સર્વ વ્યક્તિઓને થશે, એમને પણ શુભેચ્છાઓ અને
અભિનંદન
પાઠવું છું.
આ પ્રસંગે મંત્રી શ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.