આજે અમરેલી ખાતે એરો ફ્રેયર ઇકે વિમાન ઉત્પાદન પ્લાન્ટનાં ખાતમુહૂર્ત પ્રસંગ ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમરેલીમાં જ મોટા વિમાનો બનવાનો પ્લાન્ટ પણ નિર્માણ પામશે. સુરાણી પરિવારે અમરેલીમાં જ વિમાન બનાવવાનો પ્લાન્ટ નાંખવાનો નિર્ણય કરી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. પ્રધાનમંત્રી શ્રીનાં આત્મનિર્ભરતાનાં સંકલ્પને આ દેશ જે રીતે ઝીલી રહ્યો છે એ બદલ ખૂબ આનંદની લાગણી અનુભવું છું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઇ રૂપાલા, રાજ્ય સરકારનાં મંત્રી શ્રી પ્રફૂલભાઇ પાનશેરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા,મારા સાથી સાંસદશ્રીઓ નારણભાઇ કાછડીયા, શ્રી રમેશભાઇ ધડુક, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.