માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આણંદ ખાતે નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કર્યું તેમજ પેજ સમિતિ સંમેલનને સંબોધિત કર્યું. આણંદનાં મજબૂત સંગઠનને ડબલ એન્જીનની સરકાર અને યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અપીલ કરી અને સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, આણંદ જીલ્લાનાં પ્રભારી શ્રી અમિતભાઇ ઠાકર, શ્રીમતી સોનલબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.