આજે સુરત મહાનગર ખાતે સુરત વિકાસવર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 435.46 કરોડનાં ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે યોજાયું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી એમણે સુરતનાં વિકાસને ખૂબ મહત્વ આપ્યું હતું, આજે સુરતનો હરણફાળ વિકાસ જોઇ ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે !
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક ધારાસભ્યને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે અલગથી 50-50 લાખ ફાળવી આપ્યા છે-સુરત શહેરમાં આવનાર પચાસ વર્ષ સુધી જે વસ્તી વધશે અને વોટર બેઇઝ્ડ ઇન્ડસ્ટ્રી આવશે એને જોઇતી પાણીની વ્યવસ્થા ગુજરાત સરકાર અને કેન્દ્રનાં જળશક્તિ મંત્રાલયનાં સહયોગથી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે-અને આખા દેશમાં સુરત એકમાત્ર એવું શહેર બનશે જેણે પચાસ વર્ષ સુધી પાણીની વ્યવસ્થા કરી છે-આ માટે આપણે સૌએ ગર્વ લેવો જોઇએ !