આજે સુરત ઉધના કાર્યાલય ખાતે યોજાયેલા વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.
પૂર્વ વોર્ડ પ્રમુખશ્રીઓએ એમનાં કાર્યકાળમાં કરેલા કાર્યોને બિરદાવ્યા અને એમને શુભકામનાઓ પાઠવી. નવનિયુક્ત વોર્ડ પ્રમુખશ્રીઓને એમનાં કાર્યકાળ દરમિયાન “જનસેવા થકી રાષ્ટ્રસેવા” અંગે આહવાન કરી, જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.