આજે સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનની ક્રિકેટ પ્રિમિયર લીગનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને દેશભરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે ત્યારે એસોસિએશનને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલી આ ક્રિકેટ લીગ વધુ રસપ્રદ અને રોમાંચક બની રહેશે એનો મને વિશ્વાસ છે.
આ લીગ સુરત શહેરનાં જાણીતા બિલ્ડરોની આઠ ટીમ વચ્ચે રમાઇ રહી છે. સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.