આજે વિશ્વ મહિલા દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે
આજે વિશ્વ મહિલા દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન અંતર્ગત 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹ 450 કરોડથી વધુની સહાય વિતરિત કરી અને “લખપતિ દીદી”ઓને સન્માનિત કર્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા થયેલું સન્માન લખપતિ દીદીનાં જીવનમાં પ્રેરણા સમાન બનશે.
આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આપણાં દેશની નારીશક્તિની ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થશે એવો મને વિશ્વાસ છે.