Events Footer

Events

Loading Events

« All Events

12 March, 2024

Start Event Date

March 12, 2024 @ 12:00 pm

End Event Date

March 12, 2024 @ 1:00 pm
  • This event has passed.

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું.

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું.
આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાયો, અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવામાં આવી.
ભારતીય રેલ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો અને સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક દિવસનાં સાક્ષી બનવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશનાં વિવિધ 700 જીલ્લામાં એક લાખથી વધુ નાગરિકો જોડાયા.
આ સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં દહેજ ખાતે ₹20,000 કરોડના ખર્ચે તૈયાર થનારા પેટ્રોકેમિકલ પરિસરનો શિલાન્યાસ પણ કરાવ્યો. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના અંદાજે 650 કિ.મી થી વધુના પટ્ટાનું લોકાર્પણ અને અમદાવાદમાં તેના ઓપરેશન કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ પણ કરાયું. આ કોરિડર દેશનાં અર્થતંત્રને વધારે ગતિમાન બનાવવા ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.
નાગરિકોની સુખાકારી, એમનાં જીવનની સુગમતા એ “મોદીની ગેરંટી” છે !
દેશહિત, દેશનાં વિકાસ માટે સતત કાર્યરત રહેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું !!