આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો
આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો. નવસારીનાં ભીનારથી શરૂ થયેલી આ યાત્રા 22મી જાન્યુઆરીનાં રોજ 1000 કિમીનું અંતર કાપી મા આદ્યશક્તિ અંબાજીનાં પાવન ધામ ખાતે પરિપૂર્ણ થશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી આદિવાસી ભાઇ-બહેનોનું હિત એમનાં હૈયે વસ્યું છે. માનનીય મોદી સાહેબે આદિવાસી ભાઇ-બહેનોની લાગણી અને માંગણી બંનેનું સદાય સન્માન કર્યું છે. આજે ખૂબ આનંદની વાત એ છે કે આદિવાસી યુવાનો પાઇલોટ બની રહ્યા છે, દરેક ક્ષેત્રમાં પોતાનું સર્વોચ્ચ પ્રદાન કરી રહ્યા છે.
આ યાત્રા થકી સરકારની વિવિધ આદિજાતિ કલ્યાણની યોજનાઓ પ્રચાર-પ્રસાર કરાશે, સ્થાનિક વ્યક્તિ વિશેષોને બિરદાવી એમનું સન્માન કરાશે અને નાગરિકો સાથે સંવાદ સાધી એમની સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરાશે.
ભગવાન શ્રી રામે શબરીનાં એઠા બોર ચાખ્યા હતા-હવે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ લલ્લા અયોધ્યાનાં નિજમંદિરે બિરાજીત થવાનાં છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં પણ વિકાસનો વધુ ઝગમગાટ પ્રગટશે એની મને સંપૂર્ણ ખાતરી છે.