આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતનાં ડોક્ટર્સ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી અનુભવી, સૌને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી.
આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતનાં ડોક્ટર્સ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી અનુભવી, સૌને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી.
કોરોનાનો કપરો કાળ હોય કે વિમાની દુર્ઘટના હોય-આપણાં ડોક્ટર્સે સદાય અડીખમ રહી સેવાને પ્રાથમિકતા આપી છે. હાલમાં ઘટેલી વિમાની દુર્ઘટના સમયે રાત-દિવસ કામ કરી સૌ સ્વજનોનાં દુખને ઓછું કરવાનાં પ્રયાસો કરનાર સૌ ડોક્ટર્સને વંદન પાઠવું છું.
આ સંવાદ દરમિયાન સૌ ડોક્ટર્સને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને અનુસરી જળ આંદોલનમાં જોડાવા અપીલ કરી. મને વિશ્વાસ છે કે ગુજરાતનાં સૌ ડોક્ટર્સ “જનભાગીદારીથી જળસંચય” અભિયાનમાં જોડાઇ આવનારી પેઢીને જળસુરક્ષિત ભારતનો વારસો આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે !!!