આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય ‘શ્રી ગિરનાર કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય ‘શ્રી ગિરનાર કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક નોંધાવે અને છવ્વીસે છવ્વીસ સીટ પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્ય વિજય પ્રાપ્ત થાય એ માટે સૌ કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.