આજે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દીવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ નક્કી કરેલા સંકલ્પને પૂર્ણ કરવા હંમેશા સફળ પ્રયાસો કરતા હોય છે. આજે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દીવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી. બુથને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તાશ્રીઓને અપીલ કરી અને એ માટે માર્ગદર્શન પાઠવ્યું.
આ સમારોહમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, શહેરના પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ, મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સહિત હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.