આજે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે “ભારત ટેક્સ 2025”
આજે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે “ભારત ટેક્સ 2025” માટે યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
14થી 17મી ફેબ્રુઆરી, 2025 દરમિયાન નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે ટેક્ષટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમનાં સહયોગથી ટેક્ષટાઇલ મંત્રાલય દ્વારા દિલ્હીનાં ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષટાઇલ એક્ષ્પો યોજાઇ રહ્યો છે, આ એક્સપોમાં મોટી સંખ્યામાં જોડાવા માટે સુરતનાં ટેક્ષટાઇલનાં વ્યાપારીઓને અપીલ કરી, આ સાથે સૌને રેઈન વોટર હાર્વેસ્ટિંગથી જળસંચયમાં જનભાગીદારી કરી ભાવિ પેઢીનાં ભવિષ્યને વધુ સલામત બનાવવા આહવાન કર્યું.
ભારત ટેક્સ-2025માં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્ક, ટેક્ષટાઇલ આધારિત હેન્ડીક્રાફ્ટ્સ, ટેકનિકલ ટેક્ષટાઇલ જેવા મહત્તમ સેક્ટર્સને પ્રદર્શિત કરાશે.
ટેક્ષટાઇલમાં ટકાઉપણું અને રિસાયક્લિંગ, વૈશ્વિક સપ્લાય ચેઇન્સ, થીમ આધારિત ચર્ચાઓ અને ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લે, ફેબ્રિક ટેસ્ટિંગ ઝોન, ઉત્પાદનોનું પ્રદર્શન અને કારીગરો દ્વારા માસ્ટર ક્લાસનું પ્લેટફોર્મ બનશે.
આ સાથે ટેક્નિકલ ટેક્ષટાઇલ અને અન્ય ઘણી નવીન ટેક્ષટાઇલ પ્રોડક્ટ્સ ડિસ્પ્લેમાં હશે.