આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી.
આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી. ભાજપાનાં ઉમેદવારનાં નામાંકન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ ભાજપા પ્રત્યેનાં પોતાનાં વિશ્વાસની સાબિતી આપી.
માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી પણ કચ્છ માટેનો એમનો સ્નેહ સ્હેજપણ ઓછો થયો નથી. કચ્છનાં વિકાસને એમણે હંમેશા પ્રાથમિકતા આપી છે. ધરતીકંપની તારાજી બાદ સૌનાં સહિયારા પ્રયાસોથી ફિનિક્સ પંખીની જેમ બેઠું થયેલું કચ્છ વિકાસનાં ધોરીમાર્ગ પર પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. આજે વિશ્વભરમાંથી લોકો કચ્છનાં પ્રવાસે આવી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વનાં નકશા પર કચ્છનું નામ ખૂબ મજબૂત કરી આપ્યું છે અને ક્ચ્છનો સ્નેહ પણ સદાય મોદી સાહેબ પરત્વે છલકાતો રહ્યો છે.
આજે આ વિશાળ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી વિનોદભાઇ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા કચ્છનાં નાગરિકોને આહવાન કર્યું.
આ વિજય વિશ્વાસ સંમેલનમાં વિવિધ રાજકીય પક્ષનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.