આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે આ પહેલ કરી છે. આ બદલ સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા.
રાજ્ય સરકારનાં મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી જયશ્રીબેન દેસાઇ, જીલ્લા પ્રભારી શ્રી રાજુભાઇ શુક્લા, જીલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, સાબર ડેરીનાં ચેરમેન શ્રી શામળભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.