બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પાઠવ્યા.
મને ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ પર અપાર વિશ્વાસ છે. સરકાર અને સહકાર-બંનેમાં ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ સેવા કરી રહ્યા છે. આપણે “સત્તા દ્વારા સેવા”નાં સંકલ્પ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ અને એટલે ગુજરાતને આપણાં પર વધુ વિશ્વાસ છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં દરેક ઉમેદવારને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા આહવાન કર્યું.