આજે બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાનાં બૂથ પ્રમુખશ્રીઓને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. આ લોકસભાનાં ઇલેક્શન માટે બૂથ પ્રમુખ શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી-માર્ગદર્શન પાઠવ્યું.
સૌ બૂથ પ્રમુખશ્રીઓને ફિલ્ડમાં જઇ, પેજ સમિતિનાં સભ્યશ્રીઓને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવા આહવાન કર્યું. મને વિશ્વાસ છે કે બૂથ પ્રમુખશ્રીઓ જો માર્ગદર્શન પ્રમાણે યોગ્ય રીતે કાર્ય કરશે તો ભવ્યાતિભવ્ય વિજય તો મળશે જ પણ ગુજરાત ફરીવાર નવો ઇતિહાસ પણ સર્જશે.