દશેરાનાં પાવન અવસર નિમિત્તે લિંબાયત ઉત્સવ સમિતી અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં અને અધર્મ પર ધર્મનાં વિજયને વધાવવાનો અવસર સાંપડયો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી, સૌને દશેરાનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી.