સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો
સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત રહેલા ફેરિયાશ્રીઓ અને એમનાં પરિવારજનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાની પ્રાપ્તિ કરી. ફેરિયાઓ આપણાં રોજબરોજની જીંદગીને વધુ સરળ અને સુચારુ બનાવે છે. સૌને વંદન પાઠવ્યા.
રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી,ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહામંત્રીશ્રીઓ સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.