સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કર્યું
સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કર્યું, સૌની સાથે સંવાદ સાધી અનેરા આનંદની લાગણી અનુભવી. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા સભ્યો, કાર્યકર્તાશ્રીઓ અને નાગરિકોનો જોશ અને અનેરા ઉત્સાહે ઉર્જામય વાતાવરણનું સર્જન કર્યું.
આ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.