« All Events
Start Event Date
End Event Date
ઉત્તર પ્રદેશનાં મહામહિમ રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલ, ગુજરાતનાં મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં શુભહસ્તે અને કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરાયું. આ પ્રસંગે હાજરી આપી. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.