આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી, કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાનાં પક્ષનાં નેતા તરીકે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સમર્થન આપ્યું.
હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઇનાં નેતૃત્વમાં વિકાસમાં અગ્રેસર ગુજરાત નવી ઉંચાઇઓ અને નવી દિશાઓ પામશે.
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલા, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.