વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી એમના માટે પ્રેરણા પૂરી પાડનાર પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ભારતનાં યુવાનોમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજનાં વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે અને આ કારણે પ્રધાનમંત્રી શ્રી સદાય એમનાં પથદર્શક બની એમને માર્ગદર્શન આપતા રહે છે. અભ્યાસક્ષેત્રે પરીક્ષાઓનું ખૂબ મહત્વ છે, આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી.
સુરતની ખરવરનગર સ્કૂલમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથે મળીને નિહાળ્યો. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી એમના માટે પ્રેરણા પૂરી પાડનાર પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું.