દેશભરનાં છેવાડાનાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું લિંબાયત વિધાનસભાનાં વોર્ડ નંબર 19માં આવેલા ભાઠેના કમ્યુનિટી હોલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને રૂબરૂ મળી ખૂબ આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં “આત્મનિર્ભર” ભારતનાં સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઇ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઇ પટેલ, શાસક પક્ષ નેતા શ્રીમતી શશિબેન ત્રિપાઠી, મ્યુનિસિપલ કમિસનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા.