આજે અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાં આગેવાનશ્રીઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા, મોદી પરિવારમાં સૌને આવકાર્યા.
ગુજરાતની 26 બેઠકો ત્રીજી વખત જીતવા જઇ રહ્યા છીએ ત્યારે 26 બેઠકોમાં ગુજરાત એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરે અને દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એવા પ્રયાસ માટે આહવાન કર્યું.