લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો
લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો એ બાદ આજે સુરત ખાતેથી “ફિર એકબાર મોદી સરકાર”સૂત્ર લખી સમગ્ર ગુજરાત વ્યાપી “ભીંત ચિત્રણ અભિયાન”નો શુભારંભ કરાવ્યો.
રામ મંદિર હોય, ત્રિપલ તલાક હોય કે 370ની કલમ હોય-વીતેલા વર્ષોમાં મોદી સરકારે જેટલા પણ વચનો આપ્યા છે એ પરિપૂર્ણ કર્યા છે. મોદીજીની ગેરંટી પર જનતાને પૂર્ણ ભરોસો છે.
મોદીજીની ગેરંટી પર મ્હોર મારી આપણાં દેશનાં નાગરિકો આગામી લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવશે જ એવો મને વિશ્વાસ છે.