રાજકોટનાં જે.એમ.જે ગ્રુપ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી.
નવ દંપતિઓને સુમધુર દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત સંતો-મહંતો, હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.