માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી પ્રકાશિત થતા અખબાર ગુજરાત ગાર્ડિયનનાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી.
આ મહોત્સવમાં કોફી ટેબલ બુકનું લોકાર્પણ કર્યું અને શહેર શ્રેષ્ઠીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા. શ્રી મનોજભાઇ મિસ્ત્રીને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી પૂર્ણેશભાઇ મોદી, શ્રી ઋષીકેશભાઇ પટેલ, અને રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ઇફ્કોનાં ચેરમેન શ્રી દિલીપભાઇ સાંઘાણી, સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા અને શહેરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા