માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘મન કી બાત’ કાર્યક્રમનાં 99 એપિસોડ પૂર્ણ થયા છે અને 30મી એપ્રિલનાં રોજ 100મો એપિસોડ રજૂ થવાનો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતનાં અત્યાર સુધીનાં એપિસોડમાં કહેલી વાતોની ઇ-બુકનું વિમોચન આજે વડોદરા ખાતે કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
વિશ્વનાં કોઇપણ રાષ્ટ્રપ્રમુખ કે પ્રધાનમંત્રીએ રેડિયોનાં માધ્યમથી એકસાથે 100 જેટલા એપિસોડ કરી જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો નથી-આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આ કાર્યક્રમમાં રાજકારણની નહીં પણ પ્રેરણાદાયી વાતોથી જનતા સાથે સંવાદ સાધ્યો છે, જે આપણાં સૌ માટે ધન્યતાની વાત છે. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મન કી બાત-ની વિશેષ પ્રદર્શની પણ યોજાઇ છે.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.