ખૂબ સરળ અને સૌમ્ય સ્વભાવનાં ધની એવા સુભાષચંદ્ર બોઝજીએ દેશને આઝાદી અપાવવા જે પુરૂષાર્થ કર્યો એ સોનેરી અક્ષરે ઇતિહાસમાં લખાયો છે. આજની નવી પેઢીનાં યુવાનો એમનાં જીવનમાંથી પ્રેરણા લઇ દેશને આત્મનિર્ભર અને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ બનાવશે એનો મને વિશ્વાસ છે.
સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ઉપસ્થિત રહેલા શહેરીજનો અને યુવાનો સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝજીનાં જીવન-કવન વિશે વાતો કરવાની અમૂલ્ય તક સાંપડી.
ગુજરાત રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ, શ્રી મનુભાઇ પટેલ, શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી કિશોરભાઇ બિંદલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર ઉપસ્થિત રહ્યા.