માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રમત-ગમતને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આજે નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત 13 વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનાં ટ્રોફી વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. રમતગમતની ભાવના ભવિષ્યમાં તમામ રમતવીરો માટે સફળતાના દ્વાર ખોલશે, એનો મને વિશ્વાસ છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા ના પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.