દેશનાં સૌ નાગરિકોની સુખાકારી એ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે
દેશનાં સૌ નાગરિકોની સુખાકારી એ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે અને એટલે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લાભવંતી યોજનાઓ જન-જન સુધી પહોંચાડી ભારતનાં વિકાસને વધુ મજબૂત, વધુ ઝડપી બનાવવાની યાત્રા એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” !
આજે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરતનાં ચોક બજાર કિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને રૂબરૂ મળી પરમ ધન્યતા અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી એ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો અને વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું. સૌ લાભાર્થીઓનાં ચહેરા પર “મોદીજીની ગેરંટી”નો વિશ્વાસ છલકાતો હતો.